મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાલાસિનોર TSDF પ્લાન્ટ સામે GPCBની મોટી કાર્યવાહી

બાલાસિનોરના જમિયતપુરા ખાતે આવેલા TSDF ફેસિલિટી સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મોટી કાર્યવાહી કરતા પ્

તસવીર: gstv

બાલાસિનોરના જમિયતપુરા ખાતે આવેલા TSDF ફેસિલિટી સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મોટી કાર્યવાહી કરતા પ્લાન્ટ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. ડમ્પિંગ સાઇટ બંધ કરાવવા માટે લાંબા સમયથી લડત ચલાવી રહેલા સ્થાનિકોની રજૂઆતો બાદ GPCB દ્વારા મેસર્સ મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ સામે ક્લોઝર ઓર્ડર ફરી લાગુ કરવામાં આવ્યો છે. GPCBના નિરીક્ષણમાં ચોમાસા દરમિયાન દૂષિત પાણી અને લીચેટના કારણે ભૂગર્ભજળ તથા આસપાસના કૂવાના પાણી પ્રદૂષિત થવાના પુરાવા મળ્યા છે. તપાસમાં મંજૂર ક્ષમતા 4.85 લાખ MT સામે 5.40 લાખ MTથી વધુ જોખમી કચરો સ્વીકારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. GPCBએ MGVCLને વીજ પુરવઠો કાપવા અને કંપનીને 50 લાખ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ આપ્યો છે.

આ સમાચાર શેર કરો