મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાલાસિનોર ઝેરી ડમ્પિંગ સાઇટ મુદ્દે ગામે ગામ રાત્રી સભાઓનો પ્રારંભ

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી ડમ્પિંગ

તસવીર: gstv

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી ડમ્પિંગ સાઇટના મુદ્દે જનઆંદોલન તેજ બન્યું છે. ઝેરી લાલ કેમિકલયુક્ત ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરવાની માંગ સાથે ગામે ગામ રાત્રી સભાઓ યોજાઈ રહી છે. સ્થાનિક ગ્રામજનોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિવિધ ગામોમાં ચર્ચા-વિચારણા સાથે આગામી લડતની રણનીતિ ઘડાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વધુમાં વધુ લોકોને આ અભિયાન સાથે જોડવા માટે રાત્રી સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ, આગામી 3 ઓગસ્ટે ગાંધીનગર સ્થિત જીપીસીબી કચેરીએ રજૂઆત કરવા મોટી સંખ્યામાં પહોંચવા માટે ગ્રામજનોને આહ્વાન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો