VIDEO : અમદાવાદના ઇસ્કોન-આંબલી રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર ક્રેનનો કેબલ તૂટતા મોટી દુર્ઘટના, એક શ્રમિકનું મોત

અમદાવાદના પોશ ગણાતા ઇસ્કોન-આંબલી રોડ પર આવેલી એચ.એન. સફલ બિલ્ડરની 'મોડલ 2' કન્સ્ટ્રક્

અમદાવાદના પોશ ગણાતા ઇસ્કોન-આંબલી રોડ પર આવેલી એચ.એન. સફલ બિલ્ડરની 'મોડલ 2' કન્સ્ટ્રક્શન સાઇટ પર કરૂણ દુર્ઘટના સર્જાઈ છે. બિલ્ડિંગ નિર્માણ કાર્ય દરમિયાન અચાનક જ ક્રેનનો કેબલ તૂટી પડતા તેમાં સવાર બે શ્રમિકો ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ સેટેલાઇટ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માત મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત