VIDEO: ઓનલાઈન પ્રેમી પંખીડાએ ઓફલાઈન સર્જ્યુ ઘમાસાણ, યુવતીને પરિવારે ના પાડતા યુવકે ઘાતક હથિયારથી કર્યો હુમલો
સોશિયલ મીડિયાના યુગમાં હવે પ્રેમ પણ ઓનલાઈન થઈ જતાં હોય છે. યુવા હૈયાઓ પ્રેમમાં પાગલ બનીને ઉગ્ર પગલાં લેવા પણ ન
સોશિયલ મીડિયાના યુગમાં હવે પ્રેમ પણ ઓનલાઈન થઈ જતાં હોય છે. યુવા હૈયાઓ પ્રેમમાં પાગલ બનીને ઉગ્ર પગલાં લેવા પણ ન અચકાતા હોવાનો બનાવ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બરાસડી ગામે બન્યો છે. જેમાં ફેસબુકથી યુવતી અમદાવાદના યુવકના પ્રેમમાં પડી હતી. જેની જાણ યુવતીના પરિવારને થઈ હતી. જેથી તેણીને અટકાવી હતી. જેથી યુવકે ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો.
યુવકે ગામ માથે લીધુ
બરાસડી ગામની યુવતી સાથે અમદાવાદના યુવકને ફેસબુક પર પ્રેમ થયો હતો. યુવતીના પ્રેમની જાણ ઘરના મોભીઓને થતા યુવતીને અટકાવી હતી. યુવતી દ્વારા યુવક સાથે વાત ચિત્ત નહિ કરવાનું કહેતા યુવક તલવાર લઇ મારવા આવ્યો હતો. અમદાવાદના યુવકે બરાસડી ગામ માથે લીધું હતું. સ્થાનિકોએ પલસાણા પોલોસને જાણ કરી હતી.પલસાણાના ગંગાધરા આઉટ પોસ્ટના નિકેત પટેલ નામના પોલીસકર્મીને તલવાર બીજી પોલીસકર્મીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ આંખો કાફલો પોલીસનો બરાસડી ગામે પહોંચતા યુવકની ભારે જે માટે પકડી લેવામાં આવ્યો હતો
ઈજાગ્રસ્ત પોલીસકર્મીને હોસ્પિટલ ખસેડાયો
પોલીસ દ્વારા યુવક પાસેથી તલવાર લેવા જતા પોલીસ પર હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સરદાર હોસ્પિટલ ખસેડાયો હતો. ભારે જહેમત બાદ પોલોસે યુવકને પકડ્યો હતો. યુવક પાસેથી પોલીસે તલવાર અને પથ્થર છોડાવ્યા હતાં. લસાણા પી.આઈ વિપુલ ગાગીયા સહિતના પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ભારે જેહમતે યુવકને ઝડપી લેવાયો હતો. યુવકને પલસાણા પોલીસ સ્ટેશન લઇ જવાયો છે.








