VIDEO: સાપુતારામાં CNG અને પેટ્રોલ ભરાવવા વાહનોની લાગી લાંબી લાઈનો, માલવાહક ટ્રકો મુકાયા મુશ્કેલીમાં
રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને
રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને CNG ભરાવવા વાહનોની લાંબી કતારો લાગી છે. મોટરસાયકલથી લઈને કારચાલકો સુધીને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ડીઝલનો જથ્થો ખૂટી જતા મહારાષ્ટ્ર તરફ જતાં પ્રવાસીઓ અને માલવાહક ટ્રકો મુશ્કેલીમાં મુકાયા છે. આસપાસના ખેડૂતોને પણ કેરબામાં ડીઝલ ન મળતાં ખેતીકામ પર અસર પડી રહી છે. પેટ્રોલ પંપ સંચાલકો કંપનીમાંથી ઓછો સ્ટોક મળતો હોવાનો દાવો કરી રહ્યા છે. સાપુતારાથી મહારાષ્ટ્ર તરફ 40 કિલોમીટર સુધી અન્ય પંપ બંધ હોવાથી હજારો વાહનોનો ઘસારો એક જ પંપ પર જોવા મળી રહ્યો છે.


