VIDEO: સુરતના અલથાણમાં છેડતીના આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિકો વિફર્યા, પોલીસની ગાડીમાં કરી તોડફોડ
સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે.
સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસે પકડાયેલા આરોપી મોહમ્મદ અઝીઝ ઇમતિયાઝને સાથે રાખીને ઘટના સ્થળે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા અને આરોપી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ આરોપીને કડક સજા કરવાની અને કાયદાનો દાખલો બેસાડવાની ઉગ્ર માંગ કરી છે. પરિસ્થિતિને જોતા ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો..જો કે સ્થાનિકોનો આક્રોશ સામે આવતા પોલીસની ગાડીમાં તોડફોડ કરાતા મામલો બિચકાયો હતો.



