VIDEO: સુરતમાં સગીરાની છેડતીની ઘટનામાં આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 'આપ' દ્વારા ગંભીર આક્ષેપ કરાયા
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટનાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટનાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે ન્યાયની માંગ સાથે મેદાને આવેલી આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા વાતાવરણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં અલથાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. 'આપ' દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે સુરતમાં મહિલાઓ અને સગીરાઓ સુરક્ષિત નથી. ભાજપના 30 વર્ષના શાસન છતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. 'આપ'ના નેતાઓનો આરોપ છે કે જ્યારે તેઓ ન્યાય માટે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે તેમના પર લાઠીઓ વરસાવી હતી. ડીસીપી દ્વારા આપ ને યોગ્ય જવાબ પણ આપવામાં નથી આવ્યો.


