મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં ભાજપના ઉમેદવારોનો સ્થાનિકોએ કર્યો વિરોધ, પ્રાથમિક સુવિધાઓ ન અપાતાં પ્રજા નેતાઓથી નારાજ

વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે વોર્ડ નંબર 12ના બીલ ગામમા

વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે વોર્ડ નંબર 12ના બીલ ગામમાં ભારે હોબાળો મચ્યો હતો. ભાજપના ઉમેદવારો જ્યારે પ્રચાર માટે બીલ ગામમાં પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ એકઠા થઈને તેમને પ્રવેશતા અટકાવ્યા હતા અને સખત વિરોધ કરી જાકારો આપ્યો હતો.

વિસ્તારની પ્રાથમિક જરૂરિયાતો અને પાયાની સુવિધાઓ પૂરી ન થઈ હોવાથી લોકો મહાનગરપાલિકા તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોથી ભારે નારાજ જોવા મળ્યા હતા. અચાનક થયેલા આ વિરોધ પ્રદર્શનને કારણે ભાજપના નેતાઓ અને ઉમેદવારો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચૂંટણીના માહોલમાં ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર શેર કરો