મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'કેટલા રૂપિયામાં આ વોર્ડની ટિકિટ વેચી?' વડોદરામાં સ્થાનિક કાર્યકરે કોંગ્રેસ નેતાને કર્યો સવાલ

વડોદરામાં માત્ર ભાજપને નહીં પણ કોંગ્રેસને પણ પોતાના કાર્યકર્તાઓની નારાજગીનો સામનો કરવ

વડોદરામાં માત્ર ભાજપને નહીં પણ કોંગ્રેસને પણ પોતાના કાર્યકર્તાઓની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને પ્રભારી બિમલ શાહનો ઘેરાવ થયો અને ટિકિટ ન મળતા નારાજ સ્થાનિકોનો સામનો કરવો પડ્યો. વોર્ડ નંબર સાતમાં સ્થાનિક કોંગ્રેસ અગ્રણી યુવકે બિમલ શાહને કહ્યું કે, કેટલા રૂપિયામાં આ વોર્ડની ટિકિટ વેચી? આક્ષેપથી ગુસ્સે થયેલા બિમલ શાહે હુંકારભર્યો કે તમને ખબર છે હું કોણ છું અને મારી પાસે કેટલા રૂપિયા છે? કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો કે હારે એવા ઉમેદવારોને પક્ષે ટીકિટ આપી છે.

આ સમાચાર શેર કરો