મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: chhota udepur ના સ્થાનિકોએ પ્રાથમિક પ્રશ્નો અંગે નેતાઓને ઘેર્યા, જવાબ આપવામાં પડ્યો પરસેવો

નસવાડી તાલુકાના ચામેથા ગામે બુથ સંપર્ક અભિયાનમાં પહોંચેલા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય તેમજ જિલ્લ

નસવાડી તાલુકાના ચામેથા ગામે બુથ સંપર્ક અભિયાનમાં પહોંચેલા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખને ગ્રામજનોએ પ્રાથમિક રજૂઆત અંગે વેધક સવાલો ગ્રામજનો કરતા ધારાસભ્યને જવાબ આપવાના ફાંફા પડી ગયા હતા, જેનો વિડીયો આદિવાસી યુવાનોએ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે. 

 ગ્રામજનોને સુવિધાઓ ન મળતા નેતાઓ સામે બન્યા આક્રમક 

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચામેથા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી સહિતના ભાજપના કાર્યકરો બુથ સંપર્ક અભિયાનમાં ગયા હતા, પણ આ અભિયાનને બદલે સ્થાનિક ગ્રામજનોએ નેતાઓને ગામમાં આંગણવાડી બનતી નથી, શિક્ષકો નથી, બાળકોને વરસાદી પાણી પડે ત્યાં બેસવું પડે છે, રસ્તાઓ બન્યા નથી જેવા અનેક મુદ્દાઓને લઇ રજૂઆત કરતા જિલ્લા પ્રમુખને જવાબ આપવામાં પરસેવો પડવા લાગ્યો હતો અને ધારાસભ્ય પાસે જવાબ ના હોવાથી તેઓએ ભારત સરકારમાંથી આંગણવાડી મંજુર થાય તે માટે દરખાસ્ત કરવી પડે તેવો બચાવ કરી સરપંચને આગળ કર્યા હતા. ગ્રામજનોને સુવિધાઓ ન મળતા વિકાસના ગુણગાન ગાતા નેતાઓને આક્રમક રજૂઆતો કરી હતી. 

આ સમાચાર શેર કરો