Video/ ખોડલધામ મંદિરની આસપાસના વિસ્તારોમાં સિંહના આંટાફેરા
રાજકોટ જિલ્લાના વીરપુર પાસે આવેલા સુપ્રસિદ્ધ કાગવડ ખોડલધામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહના આં
રાજકોટ જિલ્લાના વીરપુર પાસે આવેલા સુપ્રસિદ્ધ કાગવડ ખોડલધામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહના આંટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાત્રિના સમયે મંદિરની આજુબાજુના ખુલ્લા વાડી જેવા વિસ્તારોમાં સિંહ દેખાતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. વનરાજની હાજરીના પગલે રાત્રિના સમયે ખેતરે જતા ખેડૂતોમાં ભય વ્યાપ્યો છે, જેને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી છે.








