મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ફળોના રાજાની રક્ષા કરતા 'વનરાજા', ધારીના ઝર ગામે આંબાવાડીમાં સિંહ પરિવાર બન્યો ચોકીદાર

સામાન્ય રીતે આંબાના બગીચાની રખેવાળી માટે બગીચા માલિકોએ માણસો રાખવા પડતા હોય છે કે ખર્ચો કરીન

સામાન્ય રીતે આંબાના બગીચાની રખેવાળી માટે બગીચા માલિકોએ માણસો રાખવા પડતા હોય છે કે ખર્ચો કરીને વાડ બનાવી પડતી હોય છે. પરંતુ અમરેલીના ધારીનના ઝર ગામે કેસર કેરીના બગીચાની સુરક્ષા કોઈ સિક્યોરિટી ગાર્ડ નહીં, પણ સિંહ પરિવાર કરી રહ્યો છે.

ઝર ગામની સીમમાં આવેલી આંબાની વાડીઓમાં અત્યારે સિંહ પરિવારે ધામા નાખ્યા છે. એક સિંહણ અને તેના ત્રણ બચ્ચા આ આંબાવાડીને પોતાનું ઘર બનાવી ચૂક્યા છે. દિવસે આંબાની ઠંડી છાયામાં આરામ અને રાત્રે બગીચામાં પહેરો ભરતા હોય તેવો નજારો જોઈને ભલભલાના પરસેવા છૂટી જાય,  તેવા દ્રશ્યો જોવા મળે છે.

આ સમાચાર શેર કરો