મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના જંગલમાં યોજાનાર ડાયરા પર લાગી બ્રેક, વન વિભાગે ફટકારી નોટીસ

GSTVના અહેવાલનો પડઘો પડ્યો છે. અમરેલીના જંગલમાં યોજાનાર ડાયરા પર બ્રેક લાગી છે. ધારી ગીર પૂ

GSTVના અહેવાલનો પડઘો પડ્યો છે. અમરેલીના જંગલમાં યોજાનાર ડાયરા પર બ્રેક લાગી છે. ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં આવેલા ખજૂરી નેસ ખાતે ૩ મેના રોજ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ GSTV દ્વારા આ અંગેનો અહેવાલ પ્રસારિત કરતાં વન વિભાગે નોટીસ ફટકારી છે. 

જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણ થતાં જ વનવિભાગે ટ્રસ્ટને નોટિસ ફટકારી છે. પ્રતિબંધિત વિસ્તારમાં મંજૂરી વગર આયોજન કરવા બદલ વનતંત્રએ ખુલાસો માંગ્યો છે. DCF વિકાસ સહાયે જણાવ્યું કે સિંહોના સંરક્ષણ અને શાંતિમાં ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગ કટિબધ્ધ છે, જેના પગલે ટ્રસ્ટે હાલ આ કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.  

આ સમાચાર શેર કરો