Video-તંત્રની બલિહારી, સુરતમાં આવકના દાખલા માટે કચેરીમાં જ નહીં રસ્તા પર પણ લાગી લાઈનો..
શાળાઓમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. પરંતુ સુરત શહેરમાં જન સેવા કેન્દ્ર પર આવકના

શાળાઓમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. પરંતુ સુરત શહેરમાં જન સેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી ગઈ છે. લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉંચકી રહ્યા છે. થેલો ભરી ડોક્યુમેંટ લઇ દલાલો બેસે છે. 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા છે. પણ જન સેવા કેન્દ્ર હજી ચાલુ થયું નહોતું. રોજના માત્ર 200 ટોકન આપવામાં આવે છે. જ્યારે આવકના દાખલા માટે હજારોની સંખ્યામાં લોકોની લાઈન લાગે છે. માત્ર કચેરીમાં જ નહીં પરંતુ રસ્તા પર પણ લાંબી લાઈનો જોવા મળે છે. તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ છે. ભાજપના જ ધારાસભ્ય આ અંગે સવાલો ઉઠાવી રહ્યાં છે. તેમ છતાં તંત્રની બલિહારીથી લોકો પરેશાન છે.




