NEWS AFTERNOON: ડીઝલના વેચાણ પર મર્યાદા, એસ. જયશંકરે અમેરિકાને આપ્યો જડબાતોડ જવાબ!, 'મોદી ને મરવા દીયા...' રાહુલ ગાંધીનો કટાક્ષ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: દેશમાં ડીઝલના વેચાણ પર મર્યાદા હોર્મુઝ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સંગ્રહખોરી રોકવા માટે હવે સામાન્ય પેટ્રોલ પંપ પરથી ગ્રાહકને ૧ દિવસમાં મહત્તમ ૨૦૦ લીટર ડીઝલ જ મળશે. જોકે સરકારે કહ્યું કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી. વિદેશ મંત્રી જયશંકરનો અમેરિકાને જડબાતોડ જવાબ! વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે પશ્ચિમી દેશોને આકરો જવાબ આપ્યો છે. તેમણે ફિનલેન્ડથી અમેરિકાને સ્પષ્ટ સંભળાવ્યું કે, ભારત તેના તેલના ખેલથી સારી રીતે વાકેફ છે અને કોઈના દબાણમાં આવ્યા વગર દેશહિતમાં જ નિર્ણયો લેશે. 'મોદી ને મરવા દીયા...', કોંગ્રેસની હાઈલેવલ બેઠકમાં રાહ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: દેશમાં ડીઝલના વેચાણ પર મર્યાદા
હોર્મુઝ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સંગ્રહખોરી રોકવા માટે હવે સામાન્ય પેટ્રોલ પંપ પરથી ગ્રાહકને ૧ દિવસમાં મહત્તમ ૨૦૦ લીટર ડીઝલ જ મળશે. જોકે સરકારે કહ્યું કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી.
વિદેશ મંત્રી જયશંકરનો અમેરિકાને જડબાતોડ જવાબ!
વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે પશ્ચિમી દેશોને આકરો જવાબ આપ્યો છે. તેમણે ફિનલેન્ડથી અમેરિકાને સ્પષ્ટ સંભળાવ્યું કે, ભારત તેના તેલના ખેલથી સારી રીતે વાકેફ છે અને કોઈના દબાણમાં આવ્યા વગર દેશહિતમાં જ નિર્ણયો લેશે.
'મોદી ને મરવા દીયા...', કોંગ્રેસની હાઈલેવલ બેઠકમાં રાહુલ ગાંધીના કટાક્ષની દેશભરમાં ચર્ચા
મોંઘવારી, બેરોજગારી અને પેપર લીક મુદ્દે દિલ્હીમાં કોંગ્રેસની હાઈલેવલ બેઠક યોજાઈ. આ બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશની પ્રવર્તમાન સ્થિતિ પર પલટવાર કરતા કટાક્ષ કર્યો કે, 'મોદી ને મરવા દીયા'.
હવે કોઈ નહીં કરી શકે સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ!
સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. "કિંગ ઓફ સાળંગપુર"ની પ્રતિમા સહિત દાદાના વિવિધ સ્વરૂપોના કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક મેળવી લેવાયા છે, જેથી હવે આધ્યાત્મિક વારસાનો કોઈ દુરુપયોગ નહીં કરી શકે.
પેન્ટાગોનમાં ઈમરજન્સી એલર્ટ! ગેસ માસ્ક અને પ્રોટેક્ટિવ ગિયર પહેરી દોડી પોલીસ, ચાર માળમાં કરાયું લોકડાઉન
અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્ય મથક પેન્ટાગોનમાં ઝેરી ગેસના એલર્ટથી ભારે દોડધામ મચી છે. ખતરનાક પદાર્થોની આશંકા વચ્ચે ચાર માળમાં લોકડાઉન કરી દેવાયું છે અને HAZMAT એટલે કે હેઝર્ડસ મટિરિયલ્સની ટીમો સ્થળ પર દોડી ગઈ છે.
ટ્રમ્પના દાવા પોકળ, ઈરાને કહ્યું - અમેરિકા સાથે કોઇ ડીલ નથી થઈ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સમજૂતી થઈ હોવાનો દાવો કર્યો છે. જોકે, ઈરાને આ દાવાને તદ્દન ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા સાથે કોઈ ડીલ થઈ નથી અને અમારી રેડ લાઈન્સ નક્કી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી, સ્માર્ટ સિટીના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય.
અમદાવાદમાં ચોમાસા પહેલા ૭ દિવસમાં ખાડા પૂરવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, છતાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. અંજલિ, ખોખરા અને મણિનગર જેવા વિસ્તારોમાં ખુલ્લા ખાડાઓ વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.
વડોદરાનો પથમપુરા બ્રિજ વિવાદમાં
વડોદરામાં ૨૪ કરોડના ખર્ચે બનેલો પથમપુરા બ્રિજ માત્ર એક જ વર્ષમાં ખખડી ગયો છે. બ્રિજના સળિયા દેખાતા સ્થાનિક ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદાર લાલઘૂમ થયા છે અને તેમણે આ મામલે વિજિલન્સ તપાસની માંગ કરી છે.








