VIDEO: બોડેલીમાં બે કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદથી જનજીવન પ્રભાવિત
છોટાઉદેપુરના બોડેલીમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં

છોટાઉદેપુરના બોડેલીમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. દિવાન ફળિયા અને રજાનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. બોડેલી નગરપાલિકા, SDM અને મામલતદાર સહિતનો કાફલો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીમાં જોડાયો છે. તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.




