VIDEO: અમદાવાદના ઘુમામાં દીપડાની દહેશત: સર્ચ ઓપરેશન શરૂ
અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની આશંકાને પગલે વન વિભાગ અને તંત્ર એલર્ટ બન્યું છે.

અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની આશંકાને પગલે વન વિભાગ અને તંત્ર એલર્ટ બન્યું છે. દીપડાને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અત્યાધુનિક ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઈ રહી છે.આ ઘટનાએ શહેરીજનોમાં ફફડાટ ફેલાવ્યો છે અને ભૂતકાળની યાદો તાજી કરી દીધી છે. આ પહેલાં વર્ષ ૨૦૦૦માં અમદાવાદના ચંડોળા તળાવ પાસે દીપડો આવી ચડ્યો હતો, જેણે ચાર લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. તે સમયે કાંકરિયા ઝૂની ટીમે ભારે જહેમત બાદ તેને પાંજરે પૂર્યો હતો, ત્યારે અત્યારે પણ તંત્ર દીપડાને શોધવા તૈનાત છે.



