મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:દીપડાએ દબાતા પગે ઘરના ઓટલા પર છલાંગ લગાવી શ્વાનનો કર્યો શિકાર

દીપડાઓનું અભયારણ્ય બની ગયેલા સુરત જિલ્લામાં છાસવારે દીપડાઓ દેખા દઈ રહ્યા છે. બારડોલી, મહુવા બાદ

દીપડાઓનું અભયારણ્ય બની ગયેલા સુરત જિલ્લામાં છાસવારે દીપડાઓ દેખા દઈ રહ્યા છે. બારડોલી, મહુવા બાદ માંડવી તાલુકામાં હવે દીપડાઓની બુમરેગ ઉભી થઈ છે. અત્યાર સુધી તો દીપડાઓ જંગલ વિસ્તારમાં જોવા મળતા હતા. ત્યારે હવે માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. માંડવી તાલુકાના ઉમરસાડી ગામે દીપડો જોવા મળ્યો હતો.ઉમરસાડી ગામે પારસી ફળિયામાં રહેતા રતનભાઇ મુન્શીના ઘર નજીક દીપડો જોવા મળ્યો હતો. રાત્રિ દરમિયાન ઘરના ઓટલા પર બે શ્વાન સુતા હતા. એ દરમિયાન અચાનક દીપડો આવી શ્વાનને ખેંચી જઈ શિકાર કર્યો હતો. જે સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. ગામમાં અવારનવાર દીપડાઓ દેખાતા ગામના સરપંચ દ્વારા દીપડાને ઝબ્બે કરવા વહેલી તકે પાંજરું પણ મૂકવામાં આવે એ બાબતે વન વિભાગને લેખિતમાં જાણ કરી છે. હાલ ગ્રામજનોમાં ભયનો માહોલ પેદા થયો છે.

આ સમાચાર શેર કરો