મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના નવનાથ નગરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનમાં ચોરી

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી પોશ સોસાયટી નવનાથ નગરમાં મોડી રાત્રે તસ્

તસવીર: gstv

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી પોશ સોસાયટી નવનાથ નગરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ચોરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મોડી રાત્રે સોસાયટીમાં ઘૂસેલા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના દ્રશ્યો સોસાયટીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયા છે. CCTVમાં તસ્કરો મોડી રાત્રે સોસાયટીમાં પ્રવેશ કરતા અને ચોરી બાદ બહાર નીકળતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ચકચાર મચી છે. સોસાયટીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં પોલીસની કામગીરી અને કથિત નિષ્ક્રિયતાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. હવે પોલીસે CCTVના આધારે તસ્કરોની ઓળખ કરી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો