VIDEO: વડોદરાના સૂર્યનગર બાયપાસ પાસે ખાનગી બસના દરવાજામાં માથું ફસાતાં સાત વર્ષના બાળકનું મોત
વડોદરાના સૂર્યનગર બાયપાસ નજીક આવેલા એ

વડોદરાના સૂર્યનગર બાયપાસ નજીક આવેલા એસ.આર. બાયોગેસ કંપની પાસે સાત વર્ષના દિવ્યેશ રાઠવા નામના બાળકનું મોત નીપજ્યું છે. બાળક માતા-પિતા સાથે મજૂરી કામ માટે આવ્યો હતો અને નજીકમાં આવેલા માતાજીના મંદિરે પ્રસાદ લેવા ગયો હતો.પ્રસાદ લઈને પરત ફરતા સમયે બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, જેને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ખાનગી બસના દરવાજામાં બાળકનું માથું ફસાયેલું જોવા મળ્યું હતું. બાળક બસ પાસે કેવી રીતે પહોંચ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.




