VIDEO: વડોદરાની સોસાયટીમાં મોડી રાત્રે મારામારી, સીસીટીવીના આધારે તપાસ શરૂ
વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે આવેલી ત્રિવેણી સોસાયટીમાં મારામારીની ઘટના

વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે આવેલી ત્રિવેણી સોસાયટીમાં મારામારીની ઘટના સામે આવી છે. સોસાયટીમાં થયેલી છૂટા હાથની મારામારીના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો એકબીજા સાથે મારામારી કરતા અને ઝપાઝપી કરતા નજરે પડે છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં વારસિયા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે ત્રિવેણી સોસાયટીમાં બનેલી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. મારામારી પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. CCTV ફૂટેજના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




