Suratમાં તંત્રની લાલ આંખ, ચૌટા બજારમાં દબાણ કરનારા વેપારીઓને આપી છેલ્લી વોર્નિંગ
સુરતમાં રોડ પર થતા દબાણોને હટાવવા માટે પોલીસ એક્શન મોડમાં છે. સુરતના ચૌટા બજારમાં વર્ષો જૂની દબાણન

સુરતમાં રોડ પર થતા દબાણોને હટાવવા માટે પોલીસ એક્શન મોડમાં છે. સુરતના ચૌટા બજારમાં વર્ષો જૂની દબાણની સમસ્યા ઉકેલવા માટે પાલિકા અને પોલીસ તંત્ર હવે આકરા મૂડમાં જોવા મળી રહ્યું છે. મેયર અને પોલીસ કમિશનરની સમજાવટ છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવતા, આખરે તંત્રે વેપારીઓ સાથે મિટિંગ યોજીને તેમને છેલ્લી વોર્નિંગ આપી દીધી છે. અને સ્પષ્ટ શબ્દોમાં જણાવાયુ છે કે, હવે દુકાનદારો દબાણ કે પાથરણા વાળા દબાણ કરશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




