મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અમૃતસરના માટેવાલ ગામમાં પોલીસ અને ગુંડાઓ વચ્ચે મોટું એન્કાઉન્ટર

પંજાબના અમૃતસરમાં માટેવાલ ગામ નજીક અમૃતસર રૂલર પોલીસ અને શંકાસ્પદ ગૅંગસ્ટર વચ્ચે સામ

તસવીર: gstv

પંજાબના અમૃતસરમાં માટેવાલ ગામ નજીક અમૃતસર રૂલર પોલીસ અને શંકાસ્પદ ગૅંગસ્ટર વચ્ચે સામસામે ગોળીબાર થતાં સનાસનાટી મચી ગઈ છે. ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગ્રેનેડ હુમલાની ઘટનામાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ ગૅંગસ્ટર હરમાનની પોલીસ દ્વારા ઘેરાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીએ બચવા માટે પોલીસ ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે પણ આત્મરક્ષણ માટે સામો જવાબ આપતાં એન્કાઉન્ટરમાં ગૅંગસ્ટરના પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત ગૅંગસ્ટરને તાત્કાલિક કસ્ટડીમાં લઈ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પોલીસે આગળની કાનૂની તપાસ તેજ કરી દીધી છે.

આ સમાચાર શેર કરો