VIDEO: સમીના વાહેદપુરમાં તળાવ ઓવરફ્લો, યુદ્ધના ધોરણે રેસ્ક્યુ
પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેદપુરમાં તળાવ ઓવરફ્લો થતા મોટું સંકટ ઉભું થયું. નિચાણવાળા વિસ્ત

પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેદપુરમાં તળાવ ઓવરફ્લો થતા મોટું સંકટ ઉભું થયું. નિચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસતાં 80 જેટલા લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરાયું હતી. વહીવટી તંત્રની સમયસર કામગીરીથી ગામમાં મોટી જાનહાની ટળી હતી. રેસ્ક્યુ કરાયેલ લોકોને નવીન વાહેદપુરા પ્રાથમિક શાળામાં સુરક્ષિત આશ્રય અપાયો હતો. જ્યાં તંત્ર દ્વારા તીબીબી સારવાર અને જમવાની વ્યવસ્થા પણ કરાઈ હતી. સ્થાનિક આગેવાનોએ અધિકારીઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. તળાવ ઓવરફ્લો થવાના કારણે મોડી રાતથી લોકો પરેશાન હતા અને પાણીમાં ડુબેલા રસ્તાઓમાંથી લોકોને સરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. પૂરની સ્થિતિ વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં છે અસરગ્રસ્તોને સતત મદદ અને રાહત કામગીરી યથાવતા છે.


