મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કચ્છ: ભચાઉના ધરાણા ગામમાં ૨૦૦ ફૂટ ઊંચા વીજપોલ પરથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

કચ્છ જિલ્લાના ભચાઉના ધરાણા ગામની સીમમાં

તસવીર: gstv

કચ્છ જિલ્લાના ભચાઉના ધરાણા ગામની સીમમાં ૨૨૦ કેવીના વિશાળ વીજપોલ પર લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો…. ૨૦૦ ફૂટ ઊંચા પોલ પરથી મૃતદેહને નીચે ઉતારવા માટે ભચાઉ ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ભારે પવન અને ઊંચાઈના કારણે રેસ્ક્યુ કામગીરી અત્યંત મુશ્કેલ બની હતી, છતાં આશરે ૩ કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે મૃતદેહને સુરક્ષિત નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો. મૃતકની ઓળખ ઝારખંડના વતની સંજય કુમાર તરીકે થઈ છે, અને પોલીસે આ માને અકુદરતી મોત ગણી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો