VIDEO: કચ્છ: માંડવીમાં નર્મદાની મુખ્ય લાઇન તૂટતાં લાખો લીટર પાણી ખેતરોમાં વેડફાયું
કચ્છના માંડવીમાં નર્મદાની મુખ્ય પાણીની લાઇનમાં મોટુ

કચ્છના માંડવીમાં નર્મદાની મુખ્ય પાણીની લાઇનમાં મોટું ભંગાણ પડ્યું છે. પાઇપલાઇન તૂટવાના કારણે હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી આસપાસના ખેતરોમાં વહી ગયું હતું અને પાણીનો મોટો વેડફાટ થયો છે..ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા દ્વારા તાત્કાલિક નર્મદા નિગમના અધિકારીઓનો સંપર્ક કરી લાઇનમાં આવતું પાણી બંધ કરાવાયું છે. હાલ પૂરતું શહેરમાં પાણીની તંગી ન સર્જાય તે માટે માંડવી નગરપાલિકા દ્વારા સ્થાનિક સોર્સથી પાણી વિતરણની વૈકલ્પિક કામગીરી શરૂ કરવામાં આવી છે.

