Botad: કુંવરજીભાઈનું ગર્ભિત સૂચન, પ્રદેશ પ્રમુખ બનાવવા અંગે જાણો શું કહ્યું?
ગઢડા શહેર તથા તાલુકા કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો 12મો ઇનામ વિતરણ કાર્યક્રમ અને
ગઢડા શહેર તથા તાલુકા કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો 12મો ઇનામ વિતરણ કાર્યક્રમ અને સન્માન સમારોહ યોજાયો. ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આપી હાજરી.! પ્રદેશ પ્રમુખ બનાવવા અંગે ગર્ભિત સૂચનો સાથેનો જવાબ આપ્યો.
ગઢડા શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં તેમજ કોલેજકક્ષાએ અને અન્ય ઉચ્ચતર અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થઇ શિક્ષણ ક્ષેત્રે ઉજળી કારકિર્દી બનાવી છે તેમના માટે ગઢડા તાલુકા કોળી સમાજ દ્વારા છેલ્લા 11 વર્ષથી સન્માન સમારોહ યોજાય છે આ વર્ષે 12મા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમમાં ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ વિશેષ ઉપસ્થિત દર્શાવી હતી. ઉપરાંત ગોપીનાથજી દેવ, બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, કોળી સમાજના વિવિધ ચૂંટાયેલા સભ્યો સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
મીડિયા દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે કે કોળી સમાજમાં લોક ચર્ચા ચાલી રહી છે કે કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે. તો તે બાબતે મંત્રીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 'તે વિષય રાજકીય છે તે નિર્ણય ઉપરથી થશે સમગ્ર ગુજરાતની જવાબદારી છે પણ સમાજ માટે જે કાંઈ પણ કરવાનું થતું હશે તે માટે અમે સરકારમાં બેઠા છીએ જે કાંઈ પણ કરવાનું થશે તો એ માટે અમે પુરા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. લોકશાહીની અંદર કે કોઈપણ સમાજ પોતાના હક અને અધિકાર માટે માંગણી કરી શકે છે અને પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય.





