મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોલકાતા/ ભ્રષ્ટાચાર અને અતિક્રમણ વિરુદ્ધ 2 મોટી કાર્યવાહીઓ, EDએ DCPની કરી ધરપકડ, TMCની ઓફિસ પર ફેરવાયું બુલડોઝર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોલકાતા પોલીસના ડીસીપી શાંતનુ સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોલકાતા પોલીસના ડીસીપી શાંતનુ સિન્હા ઘોષની ધરપકડ કરવામાં આવી છે, જેમના પર વારંવાર સમન છતાં હાજર ન થવાને કારણે અગાઉ લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. આ ધરપકડ કુખ્યાત સોના પપ્પુ કેસની તપાસ દરમિયાન કરવામાં આવી છે, જે કોલકાતામાં જમીન હડપવા, જબરન વસૂલાત અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા મોટા નાણાકીય કૌભાંડો સાથે સંબંધિત છે. બીજી તરફ, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુરુવારે કડક કાર્યવાહી કરતા તૃણમૂલ કોંગ્રેસની એક ઓફિસ અને ક્લોક ટાવર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ લાંબા સમયથી આ બાંધકામો ગેરકાયદે હોવાની ફરિયાદ કરી હતી, જેના પગલે તંત્ર દ્વારા આ આક્રમક પગલું ભરવામાં આવ્યું છે. આમ, કોલકાતામાં ભ્રષ્ટાચાર અને અતિક્રમણ વિરુદ્ધ એકસાથે બે મોટી કાર્યવાહીઓ જોવા મળી છે.

આ સમાચાર શેર કરો