મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેજરીવાલ-ભગવંત માન ચૈતર વસાવાને મળવા વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત

તસવીર: gstv

આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા છે. બંને નેતાઓ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. ગત રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન હવાઈ માર્ગે વડોદરા આવ્યા હતા. આજે બંને નેતાઓ જેલ ખાતે પહોંચતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી.

કેજરીવાલ અને ભગવંત માનના આગમનને પગલે સેન્ટ્રલ જેલ આસપાસનો ટ્રાફિક થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. બંને નેતાઓની મુલાકાતને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેલ પરિસર અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો