મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાંકરાપાર જમણા કાંઠા કેનાલમાં પડ્યું ભંગાણ, પાણી નજીકના ખેતરોમાં ઘુસી જતાં ખેડૂતો પરેશાન

સુરત જિલ્લામાં ફરીવાર મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું છે. માંડવી તાલુકાના ઉશ્કેર નજીકથી પસાર થતી કેનાલમાં મોટું ભંગાણ સર્

સુરત જિલ્લામાં ફરીવાર મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું છે. માંડવી તાલુકાના ઉશ્કેર નજીકથી પસાર થતી કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું છે. કાકરાપાર જમણા કાંઠા કેનાલમાં મોટું ભંગાણ પડ્યું છે. જેથી પાણી નજીકના ખેતરોમાં ઘુસી ગયા છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. કેનાલમાં અવાર નવાર ભંગાણ સર્જાય છે. પાણીનો પ્રવાહ બંધ થતાં હજુ 7 કલાકનો સમય લાગશે. પ્રવાહ બંધ થયાં બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો