'હું સારો પુત્ર, ભાઈ અને મિત્ર પણ બની ન શક્યો' સુરેન્દ્રનગરના યુવાને વિડિયો બનાવીને કેનાલમાં લગાવી મોતની છલાંગ
રાજ્યના સુરેન્દ્રનગરમાં આશાસ્પદ યુવાને વિડિયો બનાવીને આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે.

રાજ્યના સુરેન્દ્રનગરમાં આશાસ્પદ યુવાને વિડિયો બનાવીને આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પ્રફુલ ચાવડા નામના યુવાને સુરેન્દ્રનગરની કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. વિડિયોમાં યુવાને ઉલ્લેખ કર્યો હતો કે હું નોકરી ન કરી શક્યો, સારો પુત્ર, ભાઈ અને મિત્ર પણ બની ન શક્યો, હું થાકી ગયો છું અંદરથી મને માફ કરી દેજો.
હું થાકી ગયો છું અંદરથી મને માફ કરી દેજો
યુવાને વિડિયો વાયરલ કર્યો હતો. વિડિયોની જાણ થતાં જ પોલીસ કાફલો બચાવવા દોડી પહોંચ્યો હતો. પણ યુવાને આત્મહત્યા કરીને જીવ ગુમાવી દીધો હતો. તો બીજી તરફ આશાસ્પદ યુવાનના મોતના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
વિડિયો વાયરલ કર્યા બાદ યુવાને કરી આત્મહત્યા
યુવાનનો સમગ્ર પરિવાર ભાંગી પડ્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહને ભારે જહેમતબાદ શોધીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. સાથે સાથે પોલીસે સમગ્ર મામલે તપાસ પણ આદરી હતી.






