મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાંકરેજ વૃદ્ધ મારપીટ કેસ: ન્યાય માટે પાલનપુરમાં ચૌધરી સમાજના 500 લોકોનું ઉગ્ર પ્રદર્શન

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પાટણ દાદર ગામમાં અજમલભાઈ ચૌધરી નામના વૃદ્ધના કથિ

તસવીર: gstv

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પાટણ દાદર ગામમાં અજમલભાઈ ચૌધરી નામના વૃદ્ધના કથિત અપહરણ અને મારપીટનો વીડિયો વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં આજે ચૌધરી સમાજના 500થી વધુ આગેવાનો અને યુવાનો પાલનપુર સ્થિત જિલ્લા પોલીસ વડાની કચેરીએ દોડી ગયા હતા. સમાજના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે વાસ્તવિક ઘટના અને નોંધાયેલી FIR વચ્ચે વિસંગતતા છે, તેથી યોગ્ય કલમો ઉમેરીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. પોલીસે હાલ કેટલાક આરોપીઓની અટકાયત કરી રી-કન્સ્ટ્રક્શન સહિતની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ ફરાર આરોપીઓની ધરપકડ માટે લોકો દબાણ કરતા જોવા મળ્યા..અને વહેલી તકે ન્યાય નહીં મળે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો