VIDEO: સુરતના કામરેજ ટોલનાકેથી માદક પદાર્થ ભરેલું કન્ટેનર ઝડપાયુ, અધધ..52 હજાર બિયરના ટીન કરાયા કબ્જે
ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે સુરતના કામરેજ ટોલનાકા પરથી માદક પદાર્થનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. સ્ટેટ મ
ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે સુરતના કામરેજ ટોલનાકા પરથી માદક પદાર્થનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. બાતમીના આધારે કામરેજ ટોલનાકેથી પસાર થતાં કન્ટેનરને રોકવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્રથી કચ્છ લઈ જવાતા 52,537 બિયર ટીન મળી આવ્યાં હતાં. જેની કિંમત 67,24,735 થાય છે. સાથે જ એક કન્ટેનર અને ડ્રાઈવરને ઝડપી લેવામાં આવ્યાં છે. મુદ્દામાલમાં 35 લાખનું કન્ટેનર મળી 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.


