મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જનઆક્રોશ રેલીમાં જિગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવીને ફરી ફેંક્યો પડકાર, કહ્યું- 'તાકાત હોય તો...'

ડૉ. આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પાલનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ હતી. ડૉ. બાબાસા

ડૉ. આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પાલનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને દારૂ-ડ્રગ્સ પર ખુલ્લી ડિબેટનો પડકાર ફેંક્યો છે અને પોલીસ કર્મીઓની યુનિયન-ગ્રેડ પેની માંગ ઉઠાવી હતી.

ખેડૂત આગેવાન લાલજી દેસાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાંચ વચનોનો પડકાર આપ્યો, જ્યારે મહિલા નેતા બબીબેન ચૌધરીએ દારૂથી વિધવા થતી મહિલાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. રેલીથી બનાસકાંઠામાં રાજકીય પારો ગરમાયો છે.

આ જન આક્રોશ રેલી દરમિયાન “હર્ષ સંઘવી શરમ કરો, શરમ નહીં તો ડુબ મરો” જેવા નારા ગૂંજી ઉઠ્યા હતા. રેલીમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ખેડૂત આગેવાન લાલજી દેસાઈ સહિત મોટો જનસમૂહ જોડાયો હતો. મેવાણીના સમર્થનમાં તેમજ દારૂ–ડ્રગ્સ બંધ કરવાની માંગ સાથેના બેનરો પણ રેલીમાં નજરે પડ્યા હતા.  

મેવાણીએ દારૂ-ડ્રગ્સના મુદ્દે ફરી હર્ષ સંઘવીને ફેંક્યો પડકાર

મેવાણીએ કહ્યું હતું કે વડગામ આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દારૂ–ડ્રગ્સ બંધ કરવા કોઈ વચન આપ્યું નથી. દારૂ–ડ્રગ્સ મુદ્દે તાકાત હોય તો મારી સાથે ડિબેટ કરો, ન હોય તો મારા ડ્રાઈવર કે પીએ જોડે કરો.

આ સમાચાર શેર કરો