Video: માણાવદરમાં જવાહર ચાવડાના ટેકેદારોએ 'આપ' નો ખેસ પહેર્યો, પૂર્વ મંત્રી પણ જોડાય તેવી પ્રબળ શક્યતા
જુનાગઢ જિલ્લામાં ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો આપ આદમી પાર્ટીમાં જોડાતાં રાજકરણ
જુનાગઢ જિલ્લામાં ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો આપ આદમી પાર્ટીમાં જોડાતાં રાજકરણ ગરમાયું છે. છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા ભાજપથી નારાજ છે, ત્યારે આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હાજરીમાં તેમના જ સમર્થકો 'આપ' માં જોડાયા છે. હવે આગામી દિવસોમાં જવાહર ચાવડા પણ 'આપ'માં જોડાય તો નવાઈ નહિ.
છેલ્લા ઘણા સમયથી ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા પોતાના જ પક્ષથી નારાજ છે, ત્યારે આજે માણાવદરમાં તેમના જ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને હેમંત ખવાનીની હાજરીમાં જૂનાગઢ જીલ્લા પંચાયત ભાજપના સભ્ય રીનાબેનના સસરા જીવાલાલ મારડીયાએ આપનો ખેસ પહેર્યો છે. આ સિવાય ઇટાલિયાએ અનેક સરપંચો અને આગેવાનોને આપનો ખેસ પહેરાવ્યો છે.
પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલીયાની જીત પાછળ જવાહર ચાવડાનો ચહેરો મુખ્ય હતો તે વાત પણ ચર્ચાતી હતી, ત્યારે હવે પૂર્વ મંત્રીના ખાસ ટેકેદારો આપમાં જોડાતા ચાવડાની ભાજપ પ્રત્યે નારાજગી અંગે અનેક અટકળો વહેતી થઈ છે. આગામી દિવસોમાં ચાવડા પણ આપમાં જોડાઈ તેવી શક્યતાઓ વધુ તેજ બની છે.







