VIDEO : ગાઝામાં ઈઝરાયેલે એરસ્ટ્રાઈક કરી મચાવી તબાહી, 20 લોકોના મોત
Israel airstrike in Gaza : ઈઝરાયેલે ગાઝામાં ફરી એક વાર એરસ્ટ્રાઈક કરી તબાહી મચાવી દીધી છે. મધ્ય ગાઝામાં

Israel airstrike in Gaza : ઈઝરાયેલે ગાઝામાં ફરી એક વાર એરસ્ટ્રાઈક કરી તબાહી મચાવી દીધી છે. મધ્ય ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 20 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. દરમિયાન ગાઝાને લઈને ઈઝરાયેલમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
ઈઝરાયેલમાં પીએમ નેતન્યાહુનો વિરોધ
યુદ્ધ પછી ગાઝા પર કોણ શાસન કરશે તે ઈઝરાયેલના નેતાઓ નક્કી કરી રહ્યાં છે, જેને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના મુખ્ય રાજકીય હરીફ બેની ગેન્ટ્ઝે ધમકી આપી છે કે જો 8 જૂન સુધીમાં કોઈ યોજના તૈયાર નહીં કરવામાં આવે તો સરકાર છોડશે.






