VIDEO: રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, AICC સેક્રેટરીની હાજરીમાં જ મહેશ રાજપૂત કાર્યાલયની બહાર રહેતા કાર્યકરોમાં ચર્ચા
રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂં
રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે OBC ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂત માટે 'નો-એન્ટ્રી' જેવી સ્થિતિ સર્જાઈ હતી. મહેશ રાજપૂત AICC સેક્રેટરી મુકુલ વાસનિકને પોતાની કારમાં લઈને આવ્યા હોવા છતાં, તેઓ કાર્યાલયની બહાર જ રહ્યા હતા. વિવાદ વધતા શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા મુકુલ વાસનિકને પોતાની કારમાં બેસાડી રવાના થયા હતા. જોકે, મુકુલ વાસનિકે કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારના જૂથવાદનો ઈનકાર કરતા જણાવ્યું કે, દરેકને અલગ જવાબદારી સોંપવામાં આવી હોય છે. બીજી તરફ, મહેશ રાજપૂતે પોતે પક્ષના સૈનિક હોવાનું જણાવી કાર્યાલયમાં પ્રવેશ ન કરવા મુદ્દે ગોળગોળ જવાબ આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.







