Vadodara: PIની દાદાગીરી, કાર ઓવરટેક કરવા બાબતે PI સામે કાર્યવાહી કરવાના બદલે યુવક સામે જ નોંધ્યો ગુનો

Instead of taking action against PI for overtaking car, crime was registered against the youth | વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનના PI જે.યુ. ગોયલની દાદાગીરી ફરીએ

વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનના PI જે.યુ. ગોયલની દાદાગીરી ફરીએકવાર સામે આવી છે. પોતાની ખાનગી કારમાં જઈ રહેલા PI ગોહિલે ઇકો ચાલકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.  PI દ્વારા પંદર દિવસ આગાઉ સમાધાન માટે આવેલા યુવકને સમાધાન બાદ માર માર્યાના આક્ષેપ લાગ્યા છે. કાર ઓવરટેક કરવા બાબતે PI અને યુવક વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ પોલીસે PI સામે કાર્યવાહી કરવાના બદલે યુવક કાર્તિક ભોઈ સામે જ ગુનો નોંધ્યો અને મેડિકલ તપાસ પણ  કરાવી હતી. 

કાયદાના રક્ષકે જ તોડ્યો કાયદો

PI ગોહિલે તેના પોલીસ સ્ટેશનની હદ ન હોવા છતાં યુવકને જ પકડીને દુમાડ પોલીસ ચોકી લઈ આવ્યા હતા. યુવક કાર્તિક ભોઈએ PI ગોહિલ વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં યુવકને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ PI ગોહિલ પર થયા હતા. ત્યારે હવે રેન્જ IG અને SP વિવાદાસ્પદ PI ગોહિલ સામે ક્યારે કાર્યવાહી કરશે તે એક સવાલ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત