Ahmedabad news: પ્રિન્સ રેસ્ટોરન્ટમાં પાઉંમાંથી નીકળ્યું જીવાત, મેનેજરનું ગ્રાહક સાથે ઉદ્ધત વર્તન

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં બે જુદા-જુદા રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં બે જુદા-જુદા રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગઈ કાલે નિકોલની એક રેસ્ટોરન્ટમાંથી સાંભરમાંથી વંદો નીકળ્યા બાદ આજે મણિનગરની પ્રિન્સ રેસ્ટોરન્ટમાંથી પાઉંમાંથી એક જીવાત નીકળી છે.  

પ્રાપ્ત માહિતી મુજબ એક ગ્રાહકે મણિનગરની પ્રિન્સ રેસ્ટોરન્ટમાંથી પાઉંભાજીનો ઓર્ડર આપ્યો હતો, પણ ભાજીપાઉં પીરસ્યા બાદ તેને આરોગવા જતા તેને પાઉંમાં જીવાત જોવાતા તેણે મેનેજરને ફરિયાદ કરી હતી, પણ મેનેજરે આ બાબતને ગંભીરતાથી લેવાને બદલે તેની સાથે અણછાજતું વર્તન કર્યું હતું. શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે જુદા-જુદા રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવતા ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત