મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાંકરિયા ઝૂમાં લોકોને અપાઈ ડંખ વગરની મધમાખીની માહિતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાણી સંગ્રહાલય ખાતે વર્લ્ડ બી ડેની ઉજવણી કરવામા

તસવીર: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાણી સંગ્રહાલય ખાતે વર્લ્ડ બી ડેની ઉજવણી કરવામાં આવી હતી. મધમાખી માત્ર મધ પૂરતી મર્યાદિત નથી પરંતુ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મધમાખીની વિવિધ પ્રજાતિઓ, મધ બનાવવાની પ્રક્રિયા અને કૃષિમાં તેના ફાયદા અંગે પ્રદર્શન યોજાયું હતું. મુલાકાતીઓને ડંખ વગરની મધમાખી વિશે પણ ખાસ માહિતી આપવામાં આવી હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ પેસ્ટિસાઈડનો વધતો ઉપયોગ, પ્રદૂષણ અને વૃક્ષછેદનના કારણે મધમાખીની સંખ્યા ઘટી રહી છે, જે પર્યાવરણ માટે ચિંતાજનક બાબત બની રહી છે.

આ સમાચાર શેર કરો