VIDEO: અમદાવાદના મેડિકલ સ્ટોર સંચાલકો પણ દેશવ્યાપી બંધમાં જોડાયા, સરકાર સમક્ષ કરી આ માગ
ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણ અને ડુપ્લિકેટ દવાઓના કારોબાર સામે મેડિકલ એસોસિયેશન દ્વારા
ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણ અને ડુપ્લિકેટ દવાઓના કારોબાર સામે મેડિકલ એસોસિયેશન દ્વારા અપાયેલા દેશવ્યાપી બંધમાં અમદાવાદના મેડિકલ સ્ટોર સંચાલકો પણ જોડાયા હતા. બુધવારે શહેરભરમાં તમામ મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ જોવા મળ્યા હતા. ઓનલાઈન દવાઓના વેચાણ પર સદંતર પ્રતિબંધ મુકાય અને નકલી દવાઓ વેચનારાઓ સામે કડક કાયદો લાવવામાં આવે તેવી વેપારીઓએ મુખ્ય માંગ કરી હતી.
આ વિરોધ પ્રદર્શનમાં વી. એસ. હોસ્પિટલની નજીકના તમામ મેડિકલ સંચાલકો પણ જોડાયા. જો કે, દર્દીઓની હાલાકીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ચાલુ રાખવામાં આવ્યા છે અને કટોકટીના સમયમાં ઈમરજન્સી સેવાઓ માટે દરેક વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર ખુલ્લો રાખવાનો વિશેષ આદેશ આપવામાં આવ્યો છે.




