VIDEO: અમદાવાદ / ગેસ બિલ અપડેટ કરવાના બહાને કાપડના વેપારી સાથે ડિજિટલ લૂંટનો સનસનાટીભર્યો કિસ્સો
અમદાવાદમાં ગેસ બિલ અપડેટ કરવાના બહાને કાપડનો વેપાર કરતા નરેશભાઈ દેવાનંદ સાથે 6.68 લાખની ડિજિટલ લૂંટનો સનસન

અમદાવાદમાં ગેસ બિલ અપડેટ કરવાના બહાને કાપડનો વેપાર કરતા નરેશભાઈ દેવાનંદ સાથે 6.68 લાખની ડિજિટલ લૂંટનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર ઠગ ટોળકીએ સાબરમતી ગેસ લિમિટેડના નામે ફેક મેસેજ મોકલી, ગેસ કનેક્શન કપાઈ જવાની બીક બતાવી વેપારીના મોબાઈલમાં એક ઘાતક APK ફાઈલ ડાઉનલોડ કરાવી ફોન હેક કરી લીધો હતો. આ ભેજાબાજોએ પલકવારમાં વેપારીના બેંક ખાતામાંથી 6 લાખ 68 હજાર 914 રૂપિયા સેરવી લઈને આખું એકાઉન્ટ સાફ કરી નાખ્યું હતું. આ મામલે ભોગ બનનાર વેપારીએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા ગુનેગારો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે..


