Video: 'ઇન્દ્રભારતીના એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ગુનાઓ છે', કીર્તિ પટેલનો વધુ એક સણસણતો આક્ષેપ

'Indrabharti has more dangerous crimes than Epstein's file', Kirti Patel | સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ અને પોલીસ સામે ગંભીર આરોપ

સોર્સ: GSTV

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ અને પોલીસ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. પોતાના સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો જાહેર કરી કીર્તિએ આક્ષેપ કર્યો છે કે, ઇન્દ્રભારતી રાજકીય ઓથ હેઠળ પોલીસનો દુરુપયોગ કરી તેના પરિવારને હેરાન કરી રહ્યા છે. ઇન્દ્રભારતીના એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ગુનાઓ છે.

ઇન્દ્રભારતી પોતાના શિષ્યોને મૃગીકુંડમાં સ્નાન કરવા આંગળી પકડીને લઈ જાય છે. ઇન્દ્રભારતી ગુંડો હોવાનો કીર્તિ પટેલે ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. પોલીસ જ્યારે કીર્તિની શોધખોળ કરી રહી છે, ત્યારે આ વીડિયોએ જૂનાગઢના રાજકારણ અને ધાર્મિક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત