મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રમતવીરોનો દબદબો! 10મો ગોલ્ડ મેડલ જીતી ભારતે રચ્યો ઈતિહાસ

ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાર

તસવીર: gstv

ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું આક્રમક અને શાનદાર પ્રદર્શન સતત જારી છે. બોક્સિંગ રિંગમાં ભારતીય મહિલા બોક્સરોના અદ્ભુત પંચ અને પેરા-એથ્લેટિક્સમાં શાનદાર પ્રદર્શનના દમ પર ભારતે 10મો સ્વર્ણચંદ્રક  પોતાના નામે કરી લીધો છે. 10 ગોલ્ડ સહિત કુલ 33 મેડલ સાથે ભારત હવે કોમનવેલ્થ ગેમ્સની મેડલ ટેલીમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે.

બોક્સિંગ રિંગમાં ગોલ્ડની હેટ્રિક અને 'ગોલ્ડન ગર્લ્સ'નો જાદુ

પ્રિયા ઘંઘાસ (60 kg): મહિલાઓની 60 કિગ્રા વેઇટ કેટેગરીની રોમાંચક ફાઇનલ મેચ જીતીને પ્રિયા ઘંઘાસે ભારતને અદ્ભુત વિજય અપાવ્યો હતો.
જાસ્મિન લામ્બોરિયા (57 kg): 57 કિગ્રા કેટેગરીમાં જાસ્મિને નોર્ધન આયર્લેન્ડની મિકાએલા વોલ્સ સામે એકતરફી પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો.
પ્રીતિ પવાર (54 kg): 54 કિગ્રા વર્ગમાં પ્રીતિએ કેનેડાની સવાના ડોલમાગોને માત આપી ભારતનો ઝંડો લહેરાવ્યો.
સાક્ષી ચૌધરી (51 kg): 51 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં સાક્ષીએ ઇંગ્લેન્ડની રૂબી વાઇટને 5-0 થી હરાવીને ગોલ્ડન વિજય મેળવ્યો.

પેરા શોટપુટમાં સોમન રાણાનો સ્વર્ણિમ થ્રો, જાદુમણિને સિલ્વર

બોક્સિંગ સિવાય પેરા એથ્લેટિક્સમાં પણ ભારતે ઈતિહાસ રચ્યો છે. સોમન રાણાએ પેરા શોટપુટની F57 કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બીજી તરફ, પુરુષોના બોક્સિંગમાં મેન્સ 55 કિગ્રા કેટેગરીમાં જાદુમણિ સિંહે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

આ સમાચાર શેર કરો