મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

આજે અમદાવાદને સત્તાવાર રીતે 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની સોંપાશે, ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીની મિટિંગ

કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને સત્તાવાર રીતે આજે સોપવામાં

આજે અમદાવાદને સત્તાવાર રીતે 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની સોંપાશે, ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીની મિટિંગ

કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને સત્તાવાર રીતે આજે સોપવામાં આવશે.ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સની જનરલ એસેમ્બલીમાં આ નિર્ણય લેવામાં આવશે. ભારત જ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવા માટેનું એકમાત્ર દાવેદાર છે, જેના કારણે આજે આ અંગેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

અગાઉ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની રેસમાં ભારતની સાથે નાઇજીરિયાની રાજધાની અબુજા પણ હતી. જોકે, કોમનવેલ્થ સ્પોર્ટ્સ કમિટિએ તેને 2034ની ગેમ્સના યજમાન તરીકે ધ્યાનમાં લેવાનું નક્કી કરતા એક મહિના પહેલા જ ગેમ્સ અમદાવાદના આંગણે રમાશે તે નક્કી થઇ ગયું હતું.

ભારતમાં 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું

ભારતે અંતિમ વખત 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. આ વખતે આ આયોજન અમદાવાદમાં થશે, જ્યાં એક દાયકામાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાને ઝડપથી વિકસિત કરવામાં આવ્યું છે. બુધવારની જનરલ એસેમ્બલીમાં કૉમનવેલ્થ સ્પોર્ટ્સ બોર્ડની તે ભલામણ પર મોહર લગાવવામાં આવશે જે મૂલ્યાંકન સમિતિના રિપોર્ટના આધાર પર બનાવવામાં આવી હતી. સમિતિએ ટેકનિકલ ક્ષમતા, એથલીટ અનુભવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્નન્સ અને કોમનવેલ્થ સ્પોર્ટ વેલ્યૂના અનુરૂપ જેવા પેરામીટર જોયા હતા.

2030ની કોમનવેલ્થ બોલીમાં ભારતનો મુકાબલો નાઇજીરિયાના શહેર અબુજા સાથે હતો પરંતુ કોમનવેલ્થ સ્પોર્ટે આફ્રિકન દેશને 2034 એડિશન માટે વિચારમાં રાખવાનો નિર્ણય કર્યો અને ત્યાની યજમાની ક્ષમતાને મજબૂત કરવાની રણનીતિ પર કામ શરૂ કર્યું. કોમનવેલ્થ સ્પોર્ટ અનુસાર, જનરલ એસેમ્બલીમાં ભારત પોતાનું પ્રેઝન્ટેશન આપશે જેમાં અમદાવાદમાં રમાનાર ગેમ્સનું વિઝન રજૂ કરવામાં આવશે. મંજૂરી બાદ એક યૂનિક બ્રોડકાસ્ટ મોમેન્ટ પણ જોવા મળશે.

ઔપચારિક જાહેરાત સાંજે 6.30 વાગ્યે થઇ શકે છે. ભારત તરફથી આ બેઠકમાં સંયુક્ત સચિવ (સ્પોર્ટ્સ) કુનાલ, IOA અધ્યક્ષ પીટી ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રમત મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે.

આ સમાચાર શેર કરો