મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પ. બંગાળના રાજકારણમાં રચાયો નવો ઈતિહાસ, શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પોતાના જ ગઢમાં હરાવ્યા

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો ઇતિહાસ રચાયો છે. બંગાળમાં 'વાઘણ'

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો ઇતિહાસ રચાયો છે. બંગાળમાં 'વાઘણ' ગણાતા મમતા બેનર્જીને તેમના જ સૌથી મજબૂત ગઢ ભવાનીપુરમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,105 મતોના જંગી અંતરથી પરાજય આપીને આખા દેશને ચોંકાવી દીધો છે. આ જીત માત્ર એક બેઠકની જીત નથી, પરંતુ બંગાળમાં છેલ્લા દોઢ દાયકાથી ચાલી રહેલા મમતા શાસનના અંતની સત્તાવાર જાહેરાત સમાન છે. ગણતરીની શરૂઆતથી જ ભવાનીપુરમાં રસાકસી જોવા મળી રહી હતી. મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે પળેપળે સમીકરણો બદલાતા હતા. જોકે, છેલ્લા કેટલાક રાઉન્ડમાં શુભેન્દુ અધિકારીની સરસાઈ સતત વધતી ગઈ અને અંતે તેમણે 15,105 મતોની સરસાઈ મેળવીને મમતા બેનર્જીનો પરાજય નિશ્ચિત કર્યો હતો. 

આ સમાચાર શેર કરો