મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પ. બંગાળ/ કોલકાતામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મતગણતરી પૂર્વે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે કોલકાતામાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે એટલે કે મતગણતરીના દિવસે કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા દળોના મોટા કાફલાને તૈનાત કરવામાં આવ્યા છે. પરિણામોને લઈને રાજકીય ગરમાવો વધતા સંવેદનશીલ વિસ્તારોમાં કડક નજર રાખવામાં આવી રહી છે. શાંતિપૂર્ણ રીતે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ અને અર્ધલશ્કરી દળો સતર્કતા દાખવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો