મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રીલ્સ બનાવવાની ઘેલછામાં પિતાએ નાના બાળકના હાથમાં પકડાવ્યું બુલેટ, જોખમી સવારીનો Video વાયરલ

સોશિયલ મીડિયાના યુગમાં રીલ્સ બનાવવાનું ઘેલું યુવકોમાં લાગ્યું હોવા

સોશિયલ મીડિયાના યુગમાં રીલ્સ બનાવવાનું ઘેલું યુવકોમાં લાગ્યું હોવાનું અવારનવાર સામે આવતું હોય છે. લાઈક,ફોલોઅર વધારવા માટે લોકો પોતાની સાથે પરિવારના જીવ પણ જોખમમાં મૂકતા હોય તેવું સામે આવી રહ્યું છે. કથિત રીતે સુરતના પાંડેસરાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોમાં પિતાએ પોતાના નાના બાળકના હાથમાં બુલેટ જેવું ભારે વાહન પકડાવી દઈને બનાવેલી રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. પાંડેસરાના મિલન પોઈન્ટ પાસેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેથી કાર્યવાહીની માગ ઉઠીં છે. અગાઉ પણ સ્ટન્ટ કરનાર સામે કાર્યવાહી થઈ હોવા છતાં આ પ્રકારના વીડિયો સામે આવતાં લોકો નક્કર કાર્યવાહીની માગ કરી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો