VIDEO: રાજકોટમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, બે હજાર કિલો અખાદ્ય બદામના જથ્થાનો કર્યો નાશ
રાજકોટમાં માધાપર ચોકડી પાસે આવેલી યોગી ઇન્ડસ્ટ્રીઝમાં હિર એન્ટરપ્રાઇઝ નામની પેઢી પર આરોગ્ય વિભાગે દ

રાજકોટમાં માધાપર ચોકડી પાસે આવેલી યોગી ઇન્ડસ્ટ્રીઝમાં હિર એન્ટરપ્રાઇઝ નામની પેઢી પર આરોગ્ય વિભાગે દરોડા પાડી મુંબઈથી મંગાવવામાં આવેલો બે હજાર કિલો સડેલી અને ફૂગવાળી અખાદ્ય બદામનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રદિપ દુધાત્રા દ્વારા સંચાલિત આ ફેક્ટરીમાં અખાદ્ય બદામને પ્રોસેસ કરી, તેને કાતરીને ગોલા, આઈસ્ક્રીમ અને શ્રીખંડ જેવી વાનગીઓમાં ઉપયોગ માટે 500 થી 600 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવતી હતી.
આ જોખમી જથ્થો રાજકોટની યુવરાજ એજન્સી, ચંદન ટ્રેડર્સ અને મહિરાજ આઈસ્ક્રીમ જેવી અનેક પેઢીઓ મારફતે સુરત, જૂનાગઢ, મુંબઈ, પુણે અને શ્રીનગર જેવા વિવિધ શહેરોમાં સપ્લાય થતો હોવાની કબૂલાત વેપારીએ કરી છે. હાલ આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો નાશ કરી ગોડાઉનને સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરી છે.



