VIDEO: ડીઝલની અછતને પગલે શાકભાજીના ભાવમાં પણ વધારો, ખેડૂતોએ સરકારને કરી આ માગ
ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે શાકભાજીના બજાર પર પણ જોવા મળી રહી છે. ડીઝ

ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે શાકભાજીના બજાર પર પણ જોવા મળી રહી છે. ડીઝલની અછતને કારણે ખેડૂતોને તૈયાર પાક ખેતરથી માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પૂરતું ડીઝલ ન મળતા અનેક જગ્યાએ શાકભાજી ખેતરમાં જ સડી રહી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ડીઝલના ભાવવધારા અને અછતને કારણે શાકભાજીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ટમેટા 60 રૂપિયા, ગુવાર 80 રૂપિયા અને આદુ 100 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યું છે. ખેડૂતો સરકારે તાત્કાલિક ડીઝલની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.


